IRCTC સ્પેશિયલ ટ્રેન
ભારતમાં ચારધામ યાત્રાનું મહત્વ છે. શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રાને લઈને લાંબા સમયથી પ્લાનિંગ કરતા હોય છે. તેમની આ યાત્રાને વધુ સુખદ બનાવવા IRCTC દ્વારા પણ ખાસ પ્લાનિંગ કરાયું છે. છેલ્લા કેટલાક સમયથી ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી છે. લોકોને વધુ સુવિધા આપવાના પ્રયાસ હેઠળ IRCTC દ્વારા 5 સપ્ટેમ્બરથી એક સ્પેશિયલ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે.
લોકપ્રિય સ્થાનની મુલાકાત, લકઝરી ટૂરનો આનંદ લો
IRCTC ભારત ગૌરવ ડિલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન શરૂ કરવા જઈ રહી છે. આ પ્રવાસ માટેની સ્પેશિયલ ટ્રેન દિલ્હીના સફદરજંગ રેલ્વે સ્ટેશનથી રવાના થશે. 16 રાત અને 17 દિવસના ટ્રેનના પ્રવાસમાં મુસાફરો ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ શકશે. આ લકઝરી ટ્રીપની શરૂઆત દિલ્હીથી શરૂ થશે અને દિલ્હી જ પરત ફરશે.

આ પ્રખ્યાત સ્થાનની લઈ શકશો મુલાકાત
ઋષિકેશ, જોશીમઠ, બદ્રીનાથ સહિતના સ્થાનની મુલાકાત લઈ શકશો
બદ્રીનાથમાં માના ગામ, નરસિંહ મંદિર, રામ ઝુલા અને ત્રિવેણી ઘાટ
વારાણસી કાશી વિશ્વનાથ મંદિર અને કોરિડોરની મુલાકાત
પુરી જગન્નાથ મંદિર, પુરી બીચ, કોણાર્ક સૂર્ય મંદિર અને ચંદ્રભાગા બીચ
રામેશ્વરમ રામનાથસ્વામી મંદિર અને ધનુષકોડી.
ભીમાશંકર મંદિર, પુણે.
ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, નાસિક.
દ્વારકા દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને બેટ દ્વારકા.
આધુનિક સુવિધાઓથી સજ્જ ટ્રેન
ભારત ગૌરવ ડિલક્સ એસી ટ્રેનમાં મુસાફરી કરવી સંપૂર્ણપણે આરામદાયક રહેશે. આ ટ્રેનમાં સેન્ટલ એસી અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ઉપરાંત તેમાં બે રેસ્ટોરન્ટ અને એક લેટેસ્ટે ટેકનોલોજી યુકત રસોડું પણ હશે. તેમજ મુસાફરીના થાક ઉતારવા માટે ર ક્યુબિકલ્સ અને સેન્સર આધારિત વોશરૂમ અને પગના માલિશની સુવિધા પણ આપવામાં આપવામાં આવશે. સુરક્ષાકારણોસર દરેક કોચમાં સીસીટીવી કેમેરા અને સુરક્ષા ગાર્ડ પણ રાખવામાં આવ્યા છે.
આ લકઝરી મુસાફરી માટેના આ છે પેકેજ
3AC: પ્રતિ વ્યક્તિ ₹1,26,980/-
2AC: પ્રતિ વ્યક્તિ ₹1,48,885/-
1AC કેબિન: ₹1,77,640/- પ્રતિ વ્યક્તિ
1AC કૂપ: ₹1,92,025/- પ્રતિ વ્યક્તિ
17 દિવસના પ્રવાસમાં મુસાફરો 8157 કિલોમીટરનું અંતર કાપશે. મુસાફરો દિલ્હી ઉપરાંત ગાઝિયાબાદ, મેરઠ શહેર અને મુઝફ્ફરનગર રેલ્વે સ્ટેશનથી પ્રવાસ શરૂ કરી શકશે. તમે આ લકઝરી ટ્રેનમાં સફર કરી ચારધામ સહિત દેશભરના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોની મુલાકાત કરી શકશો.


