ઓરી ઉર્ફ ઓરહાનને બુધવારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી નાર્કોટિક્સ સેલ (ANC) ના ઘાટકો પર યુનિટ પહોંચ્યો હતો. ઓરીને ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે યુનિટ પર બોલાવવામાં આવ્યા હતા.
બોલિવૂડના હિરો હિરોઈન સાથેના ફોટામાં એક શખ્સ હંમેશા લોકોનું ધ્યાન ખેંચે છે. આ શખ્સનું નામ ઓરહાન છે જે ઇન્ડસ્ટ્રીમાં ઓરી તરીકે જાણીતો છે. ઓરી ઉર્ફ ઓરહાનને બુધવારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી નાર્કોટિક્સ સેલ (ANC) દ્વારા ડ્રગ્સ કેસમાં તેની 7 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. 252 કરોડ રૂપિયાનો આ હાઇ-પ્રોફાઇલ ડ્રગ્સ કેસ સતત ગતિ પકડી રહ્યો છે. ઇન્ડસ્ટ્રી અને ડી ગેંગ વચ્ચે સાંઠગાંઠ હોવાને લઈને હંમેશા ચર્ચાઓ તેજ રહે છે.
મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલ (ANC) એ આ મોટા ડ્રગ કેસની તપાસના સંદર્ભમાં ઓરીને બીજું સમન્સ જારી કર્યું. પહેલું સમન્સ 20 નવેમ્બરે મોકલવામાં આવ્યું હતું, પરંતુ ઓરીએ જણાવ્યું હતું કે તે 25 નવેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે નહીં. ત્યારબાદ ANC એ 21 નવેમ્બરે બીજું સમન્સ જારી કર્યું, જેમાં તેને 26 નવેમ્બરે ઘાટકોપર યુનિટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો. ઓરી બુધવારે સમયસર પહોંચ્યો, અને કેસના સંદર્ભમાં તેનું નિવેદન નોંધવામાં આવ્યું. તાજેતરમાં જયારે ઓરીની પૂછપરછ કરાઈ ત્યારે સહયોગ ના કર્યો હોવાનો અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી.

ડ્રગ કેસની તપાસ ટીમે દાવો કર્યો છે જયારે પણ ડ્રગ સંબંધિત કોઈ કેસ હોય તેમાં તેની સંડોવણી અથવા પાર્ટીઓમાં હાજરી હોવાનું અવારનવાર સામે આવ્યું છે. છતાં પણ અત્યારે ડ્રગના ઉપયોગની જાણકારી ના હોવાનો ઓરીએ ઇનકાર કર્યો હતો. આ અંગે ઓરીએ અધિકારીઓને જવાબ આપતા કહ્યું તે ભારત અને વિદેશમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપે છે. આ કાર્યક્રમોમાં સેલેબ્સથી લઈને અનેક લોકો સાથે મુલાકાત કરે છે એટલે તેને યાદ નથી કે દરેક કાર્યક્રમમાં કોણ હાજર હતું અથવા શું થયું હતું.
એન્ટી-નાર્કોટિક્સ સેલના અધિકારીઓની પૂછપરછમાં ઓરીએ મુખ્ય આરોપી અલીશાહ પારકર સાથે કોઈ પણ પ્રકારના સંબંધ હોવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેનો કોઈ પણ ડ્રગ સપ્લાય ચેઇન સાથે કોઈ સંબંધ નથી. જો કે અધિકારીઓ તેના જવાબથી સંતુષ્ટ થયા નથી. અને ફરી ઓરીને સમન્સ મોકલી કડક રીતે પૂછપરછ કરવા બોલાવી શકે છે. જણાવી દઈએ કે ઓરી ઇન્સ્ટાગ્રામ પ્રમોશન અને સહયોગ માટે ૫૦ લાખથી ૧ કરોડ રૂપિયા સુધી કમાય છે. ઓરીને જિયોમાં તેની નોકરીમાંથી માસિક ૩.૫ લાખ રૂપિયાનો પગાર મળે છે.


