UP : પતિ પત્નીના તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરાવી દીધા, કહ્યું- ‘તું તારે મોજ કર…’

0
86

ઉત્તર પ્રદેશના સંત કબીરનગરમાં એક મહિલાએ તેના બે બાળકો અને પતિને છોડીને, તેના પ્રેમીનો હાથ પકડીને લગ્ન કરી લીધા હતા. પરંતુ મોટી વાત એ છે કે, આ લગ્ન મહિલાના પતિએ જ કરાવી દીધા હતા. જાણઓ શું છે સમગ્ર મામલો…

સંત કબીર નગર: ઉત્તર પ્રદેશના સંત કબીર નગરમાં એક પતિએ તેની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા હોવાની ઘટના સામે આવી છે. પહેલા પતિએ તેની પત્ની સાથે મળીને કોર્ટમાંથી નોટરી કરાવી અને ત્યારબાદ તેની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે મંદિરમાં કરાવી દીધા હતા. આ દિલદાર પતિની ચર્ચા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મહિલાને બે બાળકો પણ છે. હવે પહેલા પતિએ કહ્યું છે કે, તે તેને પોતાની સાથે રાખશે.
મળતી માહિતી મુજબ, લોકોએ જણાવ્યું કે, મહિલાના લગ્ન 2017 માં થયા હતા. મહિલા અને તેના પતિને બે બાળકો પણ હતા. આ દરમિયાન, મહિલાને ગામના એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. આ સંબંધ ધીમે ધીમે ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યારે મહિલાના પતિને આ વાતની ખબર પડી, ત્યારે તેણે પહેલા પોતાની પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આ કામ ન કર્યું, ત્યારે તેણે ગામલોકોની સામે વાત મૂકી કે, મારી પત્ની નક્કી કરશે કે તે મારી સાથે રહેવા માંગે છે કે, તેના પ્રેમી સાથે? જ્યારે મહિલાએ તેના પ્રેમી સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે આખો સમાજ સ્તબ્ધ થઈ ગયો હતો.

પતિએ કહ્યું, ઠીક છે, અમે તારા લગ્ન તારા પ્રેમી સાથે કરાવીશું અને હું જાતે બાળકોનો ઉછેર કરીશ. જ્યારે મહિલા તેના બાળકોને છોડી દેવા સંમત થઈ, ત્યારે સમાજે તેના અને તેના પ્રેમીના લગ્ન ગોઠવી દીધા હતા. આ બાદ, પતિ આ લગ્નનો સાક્ષી રહ્યો હતો.

ધનઘાટા પોલીસ સ્ટેશન વિસ્તારના કતાર જોટ ગામના કલ્લુના પુત્ર બબલુના લગ્ન વર્ષ 2017 માં ગોરખપુર જિલ્લાના બેલ ઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના ભૂલાંચક ગામના રહેવાસી તૌલી રામની પુત્રી રાધિકા સાથે થયા હતા. બંને પતિ-પત્ની ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા હતા. આઠ વર્ષના લગ્નજીવન દરમિયાન, તેમને બે બાળકો પણ થયા હતા. મોટો દીકરો સાત વર્ષનો અને દીકરી બે વર્ષની છે.

બબલુ ઘણીવાર ગુજરાન ચલાવવા માટે ઘરની બહાર રહેતો હતો. આ દરમિયાન, રાધિકાને ગામના એક યુવક સાથે સંબંધ બંધાયો અને આ લાંબા સમય સુધી ચાલ્યું હતું. જ્યારે પરિવારને આ વાતની ખબર પડી ત્યારે તેમણે બબલુને કહ્યું હતું. જ્યારે તે ઘરે પાછો ફર્યો, ત્યારે બધી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, તેણે તેની પત્નીના લગ્ન કરાવવાનું નક્કી કર્યું અને તેને તેના પ્રેમીને સોંપી દીધી હતી. તેમણે તેની પત્નીના લગ્ન કરાવીને કહ્યું કે, તું તારે મોજ કર, હું બાળકોને સાચવી લઈશ. આ પછી, તેમણે પોતે પણ પોતાના બે બાળકો સાથે જીવનની નવી ઇનિંગ શરૂ કરી છે.

આવા કિસ્સાઓમાં સમાજમાં હત્યા જેવી ઘટનાઓ જોવા અને સાંભળવા મળે છે તે એક વિચિત્ર વાત છે. આ બધાને અવગણીને, બબલુએ એક ઉદાહરણ બેસાડ્યું છે. આ સમાજ માટે એક સંદેશ છે, એક દર્પણ છે કે, બે પ્રેમીઓ વચ્ચેના આ બે નિર્દોષ લોકોનો શું વાંક હતો કે, માતા શબ્દ તેમના જીવનમાંથી આટલો દૂર થઈ ગયો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here